૨૮૬. આ રહી સનમ આ રહી સનમ!

[અનુક્રમણિકા]

આતુર થઈને કાં પૂછતાં, ક્યાં છે સનમ ક્યાં છે સનમ? ઢૂંઢો નહિ, જાઓ રસોડે, બેઠી છે કે નહિ સનમ? નહિ કોઈના સહવાસમાં, પણ આપના સહવાસમાં! રાંધીને જમાડે છે નહિ? નજરે ચડી કે નહિ સનમ? કાં અજાણ્યા થઈ પૂછો, જાણ્યા છતાં ક્યાં છે સનમ! શૈયા કરે ઉત્સુક બની, આ રહી સનમ આ રહી સનમ! ગઝલે નહિ, નહિ કુન્જમાં, છૂપાયેલી ઘેલી સનમ! ઘરમાં તમારે પિંજરે, પુરાયેલી આ રહી સનમ! કબરે નહિ, નહિ સૂળીએ, કાબે નહિ, કાશી નહિ, ‘જૈસી તૈસી કાલૂડી !’ અહિંયા ઊભી આ રહી સનમ! શાણા દિવાનાની સનમ, શયદા તણી લયલી સનમ! મિસ્કીનની માશૂક સનમ: આ રહી સનમ આ રહી સનમ! (૧૯૧૯)

-બાલાશંકર કંથારિયા

[ટોચ]   [અનુક્રમણિકા]

Leave a comment